We have prepared essential exercise routine for arthritis patients which will help you live normal life, we suggest you to definitely go through below excertises and add to your life, for more information don't hesitate to contact us

Book Your Appointment
  • સૌપ્રથમ ચત્તા સુઈ જાઓ.
  • રૂમાલનો ઉપયોગ કરીને એક પગને ૯૦ ના ખૂણે સીધો કરીને ખેંચો. ૨૦ સેકંડ સુધી ખેંચી રાખો.પછી પગ સીધો મૂકી દો.
  • બંને પગની વારાફરતી ૨-૨ વખત આવી રીતે કસરત કરવી
  • ચિત્રમાં દર્શાવ્યા અનુસાર ઉભા રહો.
  • ડાબો પગ આગળની તરફ વાળેલો રાખો.જમણો પગ  પાછળ ની તરફ સીધો રાખો. એડી જમીન ને અડેલી રાખો.
  • ચિત્ર અનુસાર આગળ ની બાજુ એવી રીતે  નમો જેથી ડાબા પગ ના પીંડીના સ્નાયુઓ ખેંચાય.
  • ૩૦ સેકંડ સુધી રાખો.
  • બંને પગની વારાફરતી ૨-૨ વખત આવી રીતે કસરત કરવી.
  • સૌપ્રથમ ચત્તા સુઈ જાઓ
  • ચિત્ર અનુસાર ડાબા પગને ઘૂંટણમાંથી વાળી રાખો.જમણા પગને સીધો રાખી જમીનથી ૩૦ ના ખૂણા સુધી લઇ જાઓ.પગના સ્નાયુઓ ખેંચાય તે પ્રમાણે પગ ૩ સેકંડ સુધી  સીધો રાખવો. પછી હળવેથી નીચે મૂકી દેવો.
  • બંને પગની વારાફરતી ૫-૫ વખત આવી રીતે કસરત કરવી.
  • ચિત્રમાં દર્શાવ્યા અનુસાર બેસો. ડાબા પગના ઘૂંટણ નીચે ઓશીકું રાખો. ઘૂંટણ વડે ઓશિકા પર દબાણ કરો. ૫ સેકંડ સુધી દબાણ રાખો.
  • બંને પગની વારાફરતી ૧૦-૧૦ વખત આવી રીતે કસરત કરવી.
  • ખુરશી પર બેસી બંને પગ જમીન પર રાખો. જમણો પગ ઉંચો કરી ૩ સેકંડ સુધી હવામાં રાખો.પછી હળવેથી નીચે મૂકી દો.
  • બંને પગની વારાફરતી ૫-૫ વખત આવી રીતે કસરત કરવી.
  • ખુરશી પર બેસી બંને પગ જમીન પર રાખો. જમણો પગ ઉંચો કરી સીધો હવામાં રાખો. ૫ સેકંડ સુધી રાખો. પછી નીચે મૂકી દો.
  • બંને પગની વારાફરતી ૫-૫ વખત આવી રીતે કસરત કરવી.
  • ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે ચત્તા સુવો. બંને ઘૂંટણ વચ્ચે ઓશીકું રાખીને બંને ઘૂંટણ વડે દબાવો.૫ સેકંડ સુધી દબાણ આપો. પછી રિલેક્ષ થઇ જાઓ. આ રીતે ૧૦ વખત કરવું.
  • આ કસરત ખુરશી પર બેસીને પણ કરી શકાય.
  • ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલ ને અડકીને સીધા ઉભા રહો.
  • સૌપ્રથમ માત્ર એડી પર ૩સેકંડ સુધી ટટ્ટાર ઉભા રહો. ત્યારબાદ માત્ર પંઝા પર ૩ સેકંડ સુધી ઉભા રહો.
  • બંને પગની વારાફરતી ૫-૫ વખત આવી રીતે કસરત કરવી.
  • ખુરશીની પાછળ સીધા ઉભા રહો. ડાબા પગ પર શરીરનુ વજન લઇ જમણો પગ હવામાં સાઇડ પર ઉંચો કરો. ૩ સેકંડ સુધી હવામાં રાખો. પછી નીચે મુકી દો.
  • બંને પગની વારાફરતી ૫-૫ વખત આવી રીતે કસરત કરવી.
  • એક પગ ને ઘૂંટણથી પાછળની બાજુ વાળી ૩ સેકંડ સુધી હવામાં રાખો. પછી નીચે મુકી દો.બંને પગ ની વારાફરતી ૫-૫ વખત કરવી.
  • એક બાજુ ના પડખે સુઈ જાવ. એક પગ સીધો રાખી બીજો પગ હવામાં સાઇડમાં ઉંચો કરો. ૩ સેકંડ સુધી હવામાં રાખો. પછી નીચે મુકી દો.
  • બંને પગની વારાફરતી ૫-૫ વખત આવી રીતે કસરત કરવી.
  • ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે ખુરશીમાં બેસો. બંને હાથ હવામાં સમાંતર રાખો.બીજા ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે અડધા ઉભા થાવ. ૫ સેકંડ સુધી એ જ સ્થિતિમાં રહો. પછી પાછા ખુરશીમાં બેસી જાવ.
  • ૫ વાર આ કસરત રીપીટ કરો.
  • ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે બંને પગ ને વારાફરતી વાળી જેમ બને તેમ એડીને ઉપર સુધી લાવો.
  • ૧૦ વાર આ કસરત રીપીટ કરો.

પ્રથમ પગથીયા પર જમણો પગ મુકો.પછી ડાબો પગ મુકો.પછી જમણો પગ પાછો નીચે લાવો.ડાબો પગ પણ નીચે લાવો. આ રીતે ૧૦ વાર રીપીટ કરો.

ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે સુઈ જાવ. એડીને ઉપરની બાજુ ખેંચી ૫ સેકંડ સુધી ખેંચી રાખો.રિલેક્ષ થાઓ.પછી બહારની બાજુ ૫ સેકંડ સુધી ખેંચી રાખો.રિલેક્ષ.૧૦-૧૦ વાર રીપીટ કરો.

ચત્તા સુઈ જાઓ. જમણા પગને ઘૂંટણમાંથી વાળી છાતી સુધી લાવો. વારાફરતી બંને પગથી ૫-૫ વાર આ કસરત કરવી. આ કસરત બહુજ હળવેથી કરવી.